સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

બરડા વિસ્તારના વીજ પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત

પોરબંદર તા ૧૫  :  બરડા વિસ્તારની વિજ સમસ્યાઓનું નિરાકરણ લાવવા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરી છે.

પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં મોટાભાગના ખેડુતો વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય, તેમજ ખેતી વિષક વિજ જોડાણો વાડી વિસ્તારમાં આવેલા હોય બરડા પંથકના જુદા જુદા ગામોમાં અનેક વિજ સમસ્યાઓ લાંબા સમયથી પડતર હોય, આ અંગે રામદેવભાઇ મોઢવાડિયાએ  વખતો વખત રજુઆતો કરી છે અને અનેક પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મળી છે, તેમ છતાં હજુ પણ કેટલાય ગામોમાં પીજીવીસીએલને લગતા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ કરવું જરૂરી હોય, આ પ્રશ્નો તાત્કાલીક ધોરણે ઉકેલવા જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન દાખલ કરીને આ પ્રશ્નો હલ કરવા માટે માંગણી કરી છે.

ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજુ વિજ પ્રશ્નોમાં ખીસ્ત્રી ગામે વાછોડા ફીડરના મેઇન લાઇનના વાયરો બદલવા, બાલુ શામળા ગ્રુપના વાયરો બદલવા, વેજા જીવા ઉડવાવ વાળુ જુનુ ગ્રુપના વાયરો બદલવા, વેજા જીવા ઉડવાવ વાળુ નવુ ગ્રુપના વાયરો બદલવા, મુરૂ આંગણવાળા ગ્રુપના અડધા વાયરો બદલવાના બાકી છે તે તાત્કાલીક બદલવા તેમજ બાવળવાવમાં ભગવાનવાળા ગ્રુપના વાયરો બદલવા, કાના દેવા વાળા ગ્રુપના વાયરો બદલવા અને વસ્તા નેભા વાળા ગ્રુપના વાયરો બદલવા અને સીંગલ ટીસી બાકી છે તે કાર્યવાહી કરવા માગણી કરી છે.

બખરલામા ચામુંડા ફીડરમાં વાયરો બદલવા, વિજરાણામાં ખારવા ફીડરમાં રામા માલદે વાળા ગ્રુપમાં વાયરો બદલવા અને સબ સ્ટેશનનો દરવાજો નથી તે રીપેર કરવો, ખારવા ફીડરમાં વેજા ગીગા વાળુ ગ્રુપમાં વયરો બદલવા અને જંગલ કટીંગ કરવુ તેમજ ગોઢાણામાં એગ્રીકલચર ફીડરમાં વાયરો બદલવા, હોલડી નેશ ના ઘેલા જેઠાવાળા ગ્રુપના વાયરો બદલવા, ગોઢાણાની આઠ વાડીઓ તથા નેશના કનેકશન ખારવા ફીડરમાં જોડાયેલ છે તેને ફરીથી વાછોડા ફીડરમાં જોડવા, બોખીરામાં મંદેશ્વર-ર ગ્રુપમા઼ વાયરો બદલવા, સીમાણીમાં દેગામ ફીડરના ભીમા રાજશી વાળા ગ્રુપમાં વાયરો સડી ગયેલ છે તે બદલવા અને સાથે યુ કલેમ્પ અને એંગલ બદલવા, તેમજ ભારવાડા એ.જી. ફીડરમાં લાખણશી કેશવ વાળા ગ્રુપમાં વાયર, યુ-કલેમ્પ અને એંગલો બદલવા અને એ.જી. ફીડરમાં ભાંગેલા થાંભલા અનો વાયરો બદલવા સહિતના  પ્રશ્નોની રજુઆત કરી છે.

(11:27 am IST)