સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

દ્વારકા હેરીટેજના દબાણો દુર કરવા મેગા ઓપરેશન શરૂ

દ્વારકા તા. ૧પ : ભારતના હિન્દુ ધર્મની સાંસ્કૃતિક અને પ્રાચીનના  મુખ્ય કેન્દ્ર બિન્દુ એવા શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીમાં છેલ્લા ઘણા સમયથી માથાના દુઃખાવા રૂપ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગેરકાયદેસર કાચા, પાકા દબાણો દુર કરવાની પ્રક્રિયા પાલિકા ચીફ ઓફીસર હડીયાના માર્ગ દર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વારા શરૂ કરી છે.

પાલિકા નગરના મુખ્ય માર્ગો તથા દ્વારકામાં મુખ્ય પ્રવેશ દ્વાર સમાન હાઇવે માર્ગ ગોમતીઘાટ, દ્વારકાધીશ મંદિર પરીસર આસપાસ સહિતના વિસ્તારોમાં દબાણોની કામગીરી શરૂ છે.પ્રથમ શરૂઆત દ્વારકાના પોલીસ સ્ટેશન પાસે આવેલ દબાણો દુર કરવામા આવી છે.

(11:21 am IST)