સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

સુરેન્દ્રનગરની હેડ ઓફિસના પોસ્ટલ આસીસ્ટન્ટની પોસ્ટલ ઇન્સ્યોરન્સના ૩.૨૪ લાખ ચાંઉ કરી ૧૯ ખાતેદારો સાથે ઠગાઇ

વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસીસ્ટન્ટ દ્વારા લોકો પાસેથી પોસ્ટલ વીમાના રૂપિયા લઇ પોસ્ટ વિભાગમાં જમા ન કરી તા. ૨૬-૧૨-૧૭થી ૧૯-૪-૧૮ દરમિયાન રૂપિયા ૩,૨૪,૧૭૩ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ ૧૯ વ્યકિતઓના પોસ્ટ વીમાના પૈસા લઇ નાણા ન ભર્યાનું બહાર આવ્યુ છે. આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોસ્ટ વિભાગ દ્વારા પીએલઆઇ (પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ) સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૪૦ હજારથી વધુ લોકોએ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ લીધો છે. આ માટે સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસમાં લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા ભરવા માટે કાઉન્ટર બનાવાયુ હતુ. જેમાં પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વઢવાણના ધવલ જેરામભાઇ સોલંકીએ તા. ૨૬-૧૨-૧૭થી ૧૯-૪-૧૮ દરમિયાન લોકો પાસેથી પોસ્ટ વીમાના નાણા લઇ પોસ્ટ વિભાગમાં જમા ન કરાવ્યા હોવાનું પોસ્ટ વિભાગની આંતરીક તપાસમાં બહાર આવ્યુ હતુ.

આથી ધવલ સોલંકી સામે સરકારી નાણાની ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો સાથે પોસ્ટના સબ ડીવીજનલ ઇન્સપેકટર જયેશભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ જી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

બનાસકાંઠાની ઘટના બાદ તપાસમાં ખૂલ્યું

થોડા સમય પહેલા બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ વીમાના પૈસાની ઉચાપતનો કિસ્સો ધ્યાને આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં સબ ડીવીઝનલ ઇન્સપેકટર એચ.જી.સણોલે તપાસ કરતા આ ઉચાપત બહાર આવી હતી.

ધવલ સોલંકીની ૨૦૧૫માં નિમણૂક થઇ હતી

ઙ્ગપોસ્ટ વિભાગમાં પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ સોલંકી જે પહેલાં બારડોલી ડિવીઝનમાં હતો. બાદમાં ૨૦૧૫માં વતન ઝાલાવાડમાં બદલી થતાં સુરેન્દ્રનગરમાં ચાર્જ સોંપાયો હતો. જેને પોસ્ટલ વીમોના નાણાં લઇ પહોંચ આપી ત્યારબાદ પ્રોગ્રામમાંથી પૈસાની એન્ટ્રીઓ ડીલીટ કરી પોસ્ટમાં પૈસા ન ભરી તેની ઉચાપત આચરી હતી.

કેવી રીતે કર્યું ?

ગ્રાહકને પહોંચ આપી બાદમાં કમ્પ્યૂટરમાંથી એન્ટ્રી ડીલીટ કરી ૧ વર્ષ સુધી કૌભાંડ આચર્યુંઙ્ગજેના નામ રકમઙ્ગનીચે મુજબ છે. એન.સી.બદ્રેશીયા ૪,૬૪૧, એસ.એ.ડોડીયા ૭,૨૮૨, એસ.એચ.રાઠવા ૬,૯૭૫, વી.બી.ઝાલા ૨૩,૭૪૯, બી.એમ.જાડેજા ૧૨,૮૯૪, પી.વી.દેત્રોજા ૧૩,૧૪૮, એસ.બી.ડોડીયા ૩૧,૨૧૭, યુ.કે.મકવાણા ૨૪,૦૧૦, સંજયરામ કાશીરામનાથ ૧૮,૯૩૮, એમ.એમ.ગોહિલ ૧૯,૬૬૦, એચ.આઇ.રાણજા ૪,૦૨૯, વી.વી.કાનાણી ૪,૦૪૯, સત્યેન્દ્ર જૈન ૪,૦૩૯, રોહીત ગુપ્તા ૧૦,૯૯૭, સી.એન.રાઠોડ ૧૭,૦૭૦, એમ.ડી.રાઠોડ ૨૯,૦૨૦, એસ.બી.પારેજીયા ૩૪૩, ડી.જે.સોલંકી ૫૫,૭૫૩, જે.એલ.સોલંકી ૩૬,૮૯૬નો સમાવેશ થાય છે.

(11:21 am IST)