સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

જુનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા અનોખો કાર્યક્રમ

જુનાગઢઃ શ્યામ મહિલા મંડળ દ્વારા શહેરમાં આવેલ આશ્રય ભિક્ષુક ગૃહ અને વૃધ્ધ નિેકેતન બન્ને વૃધ્ધાશ્રમમાં  રહેતા વડીલોને વિવિધ ફલેવરના ગોલા ખવરાવવામાં આવેલ હતા. આ સેવાકીય પ્રવૃતિમાં પ્રમુખ શ્રીમતી મીનાબેન ગોહેલ જોત્સનાબેન ટાંક, છાંયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, દક્ષાબેન પરમાર, સેજલબેન ટાંક, રેખાબેન ટાંક, કુંદનબેન વસાણી, મીનાબેન ચોટલીયા, ઉષાબેન ગોહેલ. વર્ષાબેન રાઠોડ, કિન્નરીબેન જાદવ, વૈશાલીબેન ચોટલીયા અને કુ. વિરતી જાદવ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ સેવાકીય પ્રવૃતીમાં શ્યામ મહિલા મંડળના કન્વીનર કિશોરભાઇ ચોટલીયા દ્વારા ખાસ જહેમત ઉઠાવેલ.

(11:20 am IST)