સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

પોરબંદર સીટી સર્વેમાં સમાવેશ કરેલ બોખીરા સહીત ગામોના નવા પ્રોપર્ટી કાર્ડની માહીતી પ્રશ્ને રજુઆત

પોરબંદર તા ૧૫  :  ડીસ્ટ્રીકટ બાર એસોસિએશને કલેકટરને રજુઆતમાં પોરબંદર જીલ્લાના બોખીરા/છાયા/ખાપટ/રાણાવાવ/ વનાણા તથા અન્ય ગામોને સીટી સર્વે કચેરીમાં આવરી લેતા  અને પ્રોપર્ટી કાર્ડ નવા તૈયાર થતાં હોય તે અન્વયે લોકોને માહીતી મળી રહે તે મુજબ વ્યવસ્થા કરવા માગણી કરી છે.

હાલ પોરબંદર જીલ્લાના બોખીરા, છાંયા, ખાપટ, રાણાવાવ, વનાણા, તેમજ અન્ય ગામોને સીટી સર્વે કચેરીમાં સમાવી લેવાની કાર્યવાહી ચાલુ થયેલ છે, પરંતુ આ કાર્યવાહીમાં મુળ બીનખેતી થયેલા હોય તે વખતની એન્ટ્રી મુજબ પ્રમોલગેશન કરવામાં આવે છે, પરંતુ ખરેખર સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજની ખરી નકલોના આધારે કોઇ અરજદાર અરજ અહેવાલ કરે તો રેકોર્ડ ખરાઇ કરીને તે મુજબ એન્ટ્રી પાડી દેવી જોઇએ, કારણ કે મુળના નામે એન્ટ્રી પાડવામાં આવે તો ત્યારબાદ ૫ થી ૭ દસ્તાવેજ થયેલ હોય તેવા પક્ષકારોને નોટીશ બજાવવી પડે અને અમુક પક્ષકારો ગુજરી ગયેલ હોય તો તેના વારસોને શોધવા પડે અને નવો ખરીદનાર એટલે કે છેલ્લો ખરીદનાર અગાઉના ૪ ખરીદનારને ઓળખતો પણ નથી, અને તે રીતે તેના વારસોને શોધવાના થાય તો તે અશકય બાબત બની જાય અને તે રીતે પ્રથાની મુશ્કેલી ઘટવાના બદલે વધી જાય, એટલુંજ નહી નાયબ કલેકટર સમક્ષ મોટા પ્રમાણમાં અપીલ દાખલ કરવી પડે અને તે રીતે રેવન્યુનું કામ સરળ કરવાના બદલે અતી જટીલ બની જાય અને તે રીતે સરકારશ્રીના કોઇપણ નીર્ણય પ્રજાના હીતમાં હોય છે. પ્રજાને હેરાન કરવા માટે કોઇ નીર્ણય લેવાતા નથી, પરંતુ હાલ સીટી સર્વે દ્વારા બીનખેતી વખતે જેનું નામ ચાલતું હોય તેના નામે પ્રમોલગેશન થતું હોય અને તે રીતે મીલ્કતના હાલના માલીક હેરાન પરેશાન થઇ ગયા છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:19 am IST)