સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

જૂનાગઢ ખાંટ રાજપુત સમાજનું ગૌરવ

જૂનાગઢ : સ્પેશ્યલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ ૨૦૧૯ યોજાશે તેમાં ૧૯૨ દેશના ૭૫૦૦ થી વધુ એથલેટ ભાગ લઇ રહ્યા છે. આ સ્પે.ઓલમ્પિકમાં ભારતદેશના ૨૮૯ ખેલાડીઓ ભાગ લેવા ગયેલ છે. ગુજરાત રાજયના ૧૪ ખેલાડીઓ જૂદી જૂદી સ્પર્ધાઓમાં ભાગ લેશે તેમા ખાંટ રાજપુત સમાજના ફાગળી ગામના ખેડૂતપુત્ર દેવધરિયા નયનકુમાર ગોપાલભાઇ સાયકલીંગ સ્પર્ધામાં ભાગ લેશે. નયનકુમારે ગયા વર્ષે રાષ્ટ્રીય કક્ષાના સ્પે.ઓલમ્પિકમાંની સાયકલીંગ સ્પર્ધામાં ૧૦૦ મી. તથા ૫૦૦મી સ્પર્ધામાં બંનેમાં પ્રથમ આવી બે ગોલ્ડ મેડલ મેળવેલ હતા. આથી આ વર્ષે તેમની દિલ્હી ખાતે કેમ્પમાં પસંદગી થયેલ. ત્યાં પણ સફળ થતા ઇન્ટરનેશનલ લેવલે સ્પે.ઓલમ્પિકમાં ભાગ લેવા જતા શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજના પ્રથમ તસ્વીર હોય છે. ખાંટ રાજપુત સમાજ કેળવણી વિકાસ મંડળના પ્રમુખ ભાવેશભાઇને દેવધરિયા તથા સમસ્ત સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(12:08 pm IST)