સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

દેશી દારૂ વેચવાના કેસમાં ઝડપાયેલા બે શખ્શોને પાળિયાદ પોલીસે તડીપાર કર્યા

 

બોટાદ ;દેશી દારૂ વેચવાના કેસમાં ઝડપાયેલા બે આરોપીને પાળીયાદ પોલીસે તડીપાર કર્યા છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એન. નકુમની દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃતતિ કરતા શખ્સોને તડીપાર કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ   પાળીયાદ પોલીસ સ્ટેશનના પો..બઈન્સ. એન.સી. સગર તથા હેડ કોન્સ. વિક્રમસિંહ પરમાર, બી.જે.ગઢવી, એસ.કે.બાવળીયા, નરેન્દ્રસિંહ ઝાલાલ, કૌશિકભાઈસોરઠીયા વિગેરેએ હડદડ ગામે દારૂની પ્રવૃતતિ કરતા મહેશભાઈ ઉર્ફે મશરૂ બાબુભાઈ કોળી તથા નાના છૈડા ગામે રહેતો બીજલભાઈ લાખાભાઈ મણદુરીયા જાતે દેવીપુજકને છેલ્લા ત્રણ વર્ષમાં અવાર નવાર દેશી દારૂ વેચવાના કેસોમાં સંડોવાયેલા હોય અને દારૂ વેચવાની પ્રવૃતતિ બંધ કરતા હોય જેથી તેને તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી મજી., બોટાદને મોકલી આપતા બોટાદ મ્હે. સબ ડિવી મેજી. બોટાદે તડીપપાર દરખાસ્ત મંજુર કરી સામાવાળની બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદવાદ, રાજકોટ જીલલાની હદ બહારનો હુકમ કરતા પાળિયાદ પોલીસ તેની તાત્કાલિક બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:06 pm IST)