સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

પોરબંદર દરીયામાં શંકાસ્પદ બોટે દેખા દીધી

સુરક્ષા એજન્સીઓ દ્વારા દરીયાઇ વિસ્તારમાં તપાસનો ધમધમાટ

પોરબંદર, તા., ૧૪: પોરબંદરના દરીયાઇ વિસ્તારમાં શંકાસ્પદ બોટ નજરે પડેતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પોરબંદરના દરીયામાં શંકાસ્પદ હાલતમાં બોટ જોવા મળી હોવાની જાણ દરીયામાં માછીમારી કરી રહેલા માછીમારોએ સુરક્ષા એજન્સીઓને કરી હતી. જેથી કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, એસઓજી સહીતની ટીમોએ દરીયાઇ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જો કે આ દરમિયાન કોઇ બોટ નજરે પડી ન હતી. તેમ છતા શંકાસ્પદ બોટના આંટાફેરા અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક  બની ગઇ છે અને દરીયાઇ વિસ્તારની આસપાસ કોઇ શંકાસ્પદ હિલચાલ થઇ રહી છે કે નહિ તે અંગે તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)