સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

વઢવાણમાં સાડા ચાર વર્ષની બાળા સાથે મહેશ રબારીના અડપલા

 વઢવાણ તા. ૧૪ : વઢવાણમાં રહેતો પરપ્રાંતીય પરિવાર મજૂરી કામ કરી અને ઢોર ચરાવી ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસ અગાઉ તેમના વતનમાં કોઇ બીમાર હોઇ ઘરના પુરુષ વતનમાં ગયા હતા. આ સમયે ઘરની મહિલા બહાર ગઇ હતી. ત્યારે ૭ માર્ચે ભોગાવામાં માલ ઢોર ચરાવવા અવારનવાર આવતો અને ઘરના પુરુષનો મિત્ર એવો મહેશ ગેલાભાઇ રબારી તેમના ઘેર આવ્યો હતો. થોડીવારમાં બાળકીની માતા ઘેર આવતા બાળકીએ મહેશે અડપલા કર્યાનું કહ્યું હતું.  આ અંગે બાળકીની માતાએ તેના પતિને જાણ કરતા પતિએ હું આવુ પછી બધી વાત તેમ કહ્યું હતું. આથી પતિ પરત આવતા સમગ્ર હકિકત પત્નીએ વર્ણવતા મહેશભાઇ ગેલાભાઇ રબારી સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ સી.એ.એરવાડીયા ચલાવી રહ્યા છે.

(3:51 pm IST)