સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

જામનગરમાં અજાણ્યા વાહને પદયાત્રીકને હડફેટે લેતા મોત

 જામનગર તા. ૧૪ :  અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શાર્દુલભાઈ દેવરાજભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે ફલ્લા ગામથી જામનગર તરફ જતા નર્મદા પેટ્રોલ પંપ સામે, દ્વારકાધીશ કેમ્પ પાસે હાઈવે રોડ પર અજાણ્યા સફેદ કલરની ફોરવ્હીલના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી શાર્દુલભાઈના કાકા વાઘુભાઈ રામભાઈ રોહડીયા, ઉ.વ.૬પ રે. સિધાવદર, તા.વાકાનેર, જિ.મોરબીવાળા પગપાળા દ્વારકા ચાલીને જતા હોય ત્યારે પાછળથી ફોરવ્હીલે ઠોકર મારી હડફેટે લઈ અકસ્માત કરતા ફરીયાદી શાર્દુલભાઈના કાકા વાઘુભાઈને શરીરે માથાના જમણા નેણ ઉપર તથા જમણા હાથ પગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

(3:51 pm IST)