સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસરનો અનુભવ થાય છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે ચડવા લાગે છે અને આકરા ઉનાળાનો અનુભવ થાય છે.

જામનગર

જામનગરઃ શહેરનુ હવામાન મહતમઃ૨૮.૫, લઘુતમઃ૧૮, ભેજઃ ૬૮ ટકા, પવનઃ ૧૨.૬ કી.મી. પ્રતિ કલાક રહી હતી.

(3:50 pm IST)