સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

માણાવદર અને ધ્રાંગધ્રાની પેટાચૂંટણી ર૩ એપ્રિલે જ

જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ ટુંક સમયમાં જાહેર થશે

રાજકોટ તા. ૧૪ : માણાવદર અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટાચૂંટણી યોજવા ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. બન્ને બેઠકોમાં લોકસભાની ચૂંટણી સાથે ર૩ એપ્રિલે જ મતદાન થશે. જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ તેની સાથેજ યોજવા ટુંક સમયમાં જાહેરાત થઇ જનાર હોવાનું જાણવા મળે છે. આ બેઠકો ઉપરાંત ઉંઝા અને તાલાળાની બેઠકોની પેટાચૂંટણી અગાઉ જાહેર થઇ ગઇ છે. કુલ ધારાસભાની પ બેઠકોમાં પેટાચૂંટણી થશે.

(11:51 am IST)