સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

દ્વારકાની રાજધાની હોટેલના મેનેજર ઉપર હુમલોઃ નિવૃત્ત ડીવાયએસપી પુત્ર સામે ગુન્હો

દ્વારકા તા. ૧૪: દ્વારકામાં હોટેલ રાજધાનીના ભાગીદારો રાકેશ બારાઇ અને રીટાયર્ડ ડીવાયએસપી બારોટના પુત્ર સિદ્ધાર્થ બારોટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ ચાલી રહ્યું છે, અને તે બાબતનો ખાર રાખીને જ તાજેતરમાં જામનગર શહેરમાં આવેલ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ નજીક જાણીતા વ્યાપારી રાકેશ બારાઇ પર બે બુકાનીધારી અજાણ્યા ઇસમો હુમલો કરીને પલાયન થઇ જતા રાકેશ બારાઇએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે અજાણ્યા ઇસમોએ તેમના પાર્ટનગર રીટાયર્ડ ડીવાયએસપી બારોટના પુત્ર સિદ્ધાર્થ બારોટના કહેવાથી આ હુમલો થયાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

હોટેલ રાજધાનીના ભાગીદારો વચ્ચે ચાલતા મનદુઃખમાં રાજધાની હોટેલના મેનેજર પર હુમલો થયાની પોલીસ ફરિયાદ પણ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઇ છે, આદિત્યરંજન મોહન્તી નામના ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ આદિત્યરંજન રાજધાની હોટેલની બાજુમાં આવેલ સંસ્કૃતિ ઇન હોટેલમાં અવારનવાર જતા હોય જે સિદ્ધાર્થ બારોટને સારૃં ના લાગતું હોય અને તેને આ બાબતે મેનેજર આદિત્ય સાથે બોલાચાલી પણ કરેલી, જે બાદ થોડા દિવસો પૂર્વે મનદુઃખ રાખી અને દ્વારકા બહાર બોલાવી અને અજાણ્યા ઇસમો પાસે હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પીએસઆઇ જી. જે. ઝાલા એ વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)