સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

વાંકાનેર બાઉન્ડ્રી નજીક રીક્ષામાં ર૮૮ બોટલ દારૂ સાથે બે પકડાયા

રાજકોટના જીતેન્દ્ર ગૌસ્વામી તથા કાળીપાટના સંજય કુકડીયાની ધરપકડ

વાંકાનેર, તા. ૧૪ : તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે રીક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે પીએસઆઇ બી.ડી. પરમારે ચેકીંગ દરમ્યાન સીએનજી ઓટો રીક્ષા ચેક કરતા ઇંગ્લીશ દારૂ બોટલ નંગ ર૮૮ (ફેમસ, વ્હીસ્કી) જેની કિંમત ર૮૮૦૦ તેમજ રીક્ષા એક લાખના મુદામાલ સાથે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા જીતેન્દ્રભાઇ દલસુખગીરી ગૌસ્વામી (ઉ.વ.ર૯, રહે. મવડી પ્લોટ-રાજકોટ) તથા સંજય મોહનભાઇ કુકડીયા કોળી (રહે. કાળીપાટ-રાજકોટ)ને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. (૮.૭)

(11:37 am IST)