સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

બોટાદ પાસે ચોરાઉ ૧૧ સીએનજી રિક્ષા સાથે ૩ શખ્સોની ધરપકડ

ભાવનગર, આટકોટ, તા.૧૪: પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એસઓજીના એમ.એમ.દિવાન માર્ગદર્શન હેઠળ એસઓજી તથા પેરોલ-ફર્લો સ્ફોડનો સ્ટાફ ખાનગી/ સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.

તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે હરણકુઇ વીસ્તારમાં રહેતા મારૂકભાઇ અન્વરભાઇ વારૈયા (ઉ.વ.૨૧), આશીફ ઉર્ફે ડુટો યાકુબભાઇ પાધરશી(ઉ.વ.૨૯)રહે. સાળંગપુર રોડ, પાસે અલગ-અલગ નંબર વગરની રિક્ષા ૦૪ છે. તેઓએતથા તેઓના મિત્ર સાથે મળી જે ચોરેલ સીએનજી રિક્ષાઓ મજકુરોએ અમદાવાદ ખાતેથી જુદી જુદી જગ્યાએ પાર્ક કરેલ અલગ-અલગ જગ્યાએથી સીએનજી રિક્ષાઓને પોતાની પાસે રહેલ ડુર્પ્લીકટ ચાવીઓ લગાડી ચોરેલ હોવાની બાતમી આધારે વોચમાં રહી ઉપરોકત ઇસમ સીએનજી રીક્ષાના એન્જીન-ચેસીસ નં. પોકેટ કોપ(એકલવ્ય્) સોફટવેરનો ઉપયોગ કરતા જાણવા મળેલ કે સદર સીએનજી રીક્ષા અલગ-અલગ નામની માલિકની આવતી હોય જે રીક્ષાઓ બાબતે પુછતા પોતે અમદાવાદ ખાતેથી જુદી-જુદી જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે તમામ કુલ-૦૪ સીએનજી રીક્ષા મળી આવેલ. ત્યાર બાદ બોટાદ મોહમંદ નગર વિસ્તારમાં રહેતા તાહીરહુસૈન અલારખાભાઇ વોરા (ઉ.વ.૩૭)વાળા પાસે કાગળ વગરની કુલ રિક્ષા ૦૭ હોવાની ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે મોહમંદ નગર વિસ્તારમાં રહેતા તાહીર હુસૈન અલારખભાઇ વોરાના ઘર પાસેથી કુલ-૦૭ સીએનજી રીક્ષાઓ મળી આવેલ મજકુર પોતે આ ચોરીની રીક્ષાઓ વેચવા સારૂ લાવેલ હોવાની કબુલાત આપતો હોય. જે આ તમામ સીએનજી રીક્ષાઓ-૧૧ જેની કુલ કિરૂા.૧૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.(૨૨.૬)

 

(11:26 am IST)