સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ગીર ગઢડા આરોગ્ય કેન્દ્રના ફાર્માસીસ્ટની પગાર વિસંગતતા દુર કરવા રજૂઆત

ઉના તા. ૧૪ :.. ગીર ગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટની પગાર વિસંગતતા દુર કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૬ વરસથી રજૂઆત કરવા છતાં ન્યાય ના મળતાં પરેસાની અંગે રજૂઆતમાં જણાવેલ છે.

ઉનાનાં ગીર ગઢડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટ તરીકે ર૦૦૮ થી ફરજ બજાવતા લાલજીભાઇ નારણભાઇ ગોહીલે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીને લેખીતમાં રજૂઆત કરી છે. તેમણે ર૦૦૮ થી રેગ્યુલર ફાર્માસીસ્ટ તરીકે સેવા આપી હતી. જે ૩૧-૩-૧૭ સુધી ગીર ગઢડા  ત્યારબાદ ભાવનગર  આરઓડી દ્વારા ડી. જી. નાકરાણી તા. ૧પ-પ-૧૭ થી ૮-૩-૧૯ સુધી ફાર્મસીસ્ટ તરીકે સેવા આપે છે.

ફાર્માસીસ્ટનો રેગ્યુલર પગાર ૩૧,૩૦૦ છે. જયારે તેમને માત્ર રૂા. ૯પ૩ર મળે છે. પગારમાં વિસંગતા હોય દુર કરી. તેમની સળંગ સેવાગણી કાયમી ફાર્માસીસ્ટ તરીકે નિમણુક આપવા માંગણી કરી છે. આ અંગે તેમણે ર૦૧ર, ર૦૧૩, ર૦૧૪, ર૦૧૬, ર૦૧૮, માં રજૂઆત કરવા છતાં ન્યાય મળેલ ન હોય વહેલી તકે ન્યાય આપી પુરા પગારમાં સમાવેશ કરવા માંગણી કરી છે. (પ-૧૭)

(11:25 am IST)