સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ધોરાજીના મોટીમારડ ગામે જૂગાર રમતા બે શખ્સો ઝડપાયા

ધોરાજી, તા.૧૪: ધોરાજીના મોટીમારડ ગામે પાટણવાવ પોલીસે રેઇડ કરી એકીબેકીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડીને ગૂનો નોધીને તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજીના મોટીમારડ ગામે બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરી (એકીબેકી)નો જુગાર રમતા (૧) જીતેન્દ્ર વાલજીભાઇ (૨) ભાવેશ રામભાઇને રોકડ રૂા.૧૪ હજાર રોકડ સહિતના મૂદામાલ સાથે ઝડપી પાડીને ગૂનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.(૨૩.૪)

(11:20 am IST)