સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

જસદણમાં મગજ ભમતાં મિતલબેને એસિડ પી લીધું

વાલ્મિકી યુવતિને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા.૧૪: જસદણના હુડકો સોસાયટીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ જસદણના હુડકો સોસાયટીમાં રહેતી મીતલબેન મનુભાઇ મકવાણા (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મિલતબેનના લગ્ન ૭ વર્ષ પહેલાં થયા હતા. અને સંતાનમાં બે પુત્ર છે. મગજ ભમતા તેણે આ પગલું ભર્યું હોવાનું પતિ મનુભાઇ મકવાણાએ જણાવ્યું હતું. આ અંગે જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:31 am IST)