સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ભાવનગર : ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૨ માર્કના દાખલામાં છાત્રો મુંઝવણમાં મુકાયા

 ભાવનગર તા. ૧૪ : માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ ના પેપરમાં બે માર્કના પુછાયેલ એક પ્રશ્નમાં ત્રિકોણ મિતિના દાખલામાં છબરડો હોવાનંુ વિદ્યાર્થીઓ અને શાળા સંચાલક સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું. વિદ્યાર્થીઓને બોર્ડના છબરડાના કારણે બે માર્કની ખોટ ન જાયતેવી લાગણી પણ સાંભળવા મળી હતી.

શિક્ષણ જગતના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજ ગણિતનું પેપર ધો.૧૦નું હતું. જેમાં પાર્ટ Bના સેકશન-(અ)ના સાતમા નંબરના દાખલો ત્રિકોણમિતીનો હતો. બે માર્કનો આ દાખલો હતો.

સૂત્રોએ દાવો કર્યો હતો કે રકમ લખવામાં ભૂલ હતી. નિશાની X ,ગુણાકારની જગ્યા એ - માઇનસની નિશાની હતી.

ગુણાકારની જગ્યાએ માઇનસની નિશાની હોવાના કારણે હોશિયાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે ગણિત વિષયના શિક્ષકો ઓન અસમંજસમાં મૂકાયાહતા. લાગણી એવી જાણવા મળી હતી કે હોશિયાર વિદ્યાર્થીઓને બે માર્કની ખોટ ન જાય કારણકે આ પરીક્ષામાં એક એક માર્ક ટકાવારીનું મૂલ્યાંકન થતું હોય છે. તેમ બોર્ડ એ જોવું રહયુ.

(10:29 am IST)