સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

મોરબી જિલ્લામાં ૧૪૯૬૯ વડીલ અને ૧૩૮૭૩ નવા યુવા મતદારો

 મોરબી તા. ૧૪ : લોકસભા ચુંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે મોરબી જીલ્લાના મોરબી વિધાનસભા બેઠકમાં ૨,૬૩,૧૬૪ મતદારો, ટંકારા વિધાનસભા વિસ્તારમાં ૨,૩૦,૩૦૨ મતદારો અને વાંકાનેર બેઠક પર ૨,૫૨,૨૭૨ મતદારો સહીત કુલ ૭,૪૫,૭૩૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૮૦ વર્ષથી વધુ ઉમરના ૧૪,૯૬૯ અને ૧૮-૧૯ વર્ષના ૧૩,૮૭૩ યુવા મતદારો મતદાન કરશે કચ્છ લોકસભામાં સમાવિષ્ટ મોરબી જીલ્લામાં તા. ૨૮ ના રોજ ચુંટણીપંચનું જાહેરનામું બહાર પડશે અને તા. ૦૪-૦૪ ના રોજ ઉમેદવારી પત્રો રજુ કરાશે તેમજ તા. ૦૫-૦૪ ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી, તા. ૦૮-૦૪ ના રોજ ઉમેદવારી પરત પછી ખેંચવાની છેલ્લી તારીખ અને તા. ૨૩-૦૪ ના રોજ મતદાન યોજાશે. જેની મત ગણતરી ૨૩-૦૫ ના રોજ કરવામાં આવશે.

મોરબી જિલ્લા વહીવટ તંત્રએ લોકસભાની ચૂંટણીની કામગીરી શરુ કરી દીધી છે મોરબી જિલ્લાના ૩૨૮૪૨૬ પુરુષ અને ૩૫૭૩૧૨ ઙ્ગ સ્ત્રી સહિત કુલ ૭૪૫૩૩૮ મતદારો મતદાન કરશે. લોકસભાની ચૂંટણી માટે મોરબી વિધાનસભા વિસ્તાર અને રાજકોટના ટંકારા અને વાંકાનેરના ૯૧૨ મતદાન મથકો રહેશે જેમાં ૧૯૦ શહેરી વિસ્તારોમાં અને ૭૨૨ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો રહેશે. ૫૩૯ બિલ્ડીંગમાં ૭૦ શહેરી વિસ્તાર અને ૪૬૯ ગ્રામ્ય વિસ્તારોની બિલ્ડીંગ રહેશે. તમામ ઓફિસરોની તથા અંદાજે ૭ હજાર કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. તેમજ ૧૦ ફલાઈંગ સ્કવોર્ડ, ૧૦ સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડ, ૩ વીડિયો સર્વેલન્સ સ્કવોર્ડ, ૩ વીડિયો વ્યુઇંગ સ્કવોડ તથા જુદાજુદા નોડલ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.

મતદાનના પાંચ દિવસ પહેલા સ્લીપનું વિતરણ કરી દેવાશે અને સ્થળાંતર કરેલા મતદારોનું નામ ન હોય તો જિલ્લા સંપર્ક સેન્ટર અથવા એન.જી.આર.એસની વેબસાઈટમાં કમ્પ્લેન કરી શકાશે. જિલ્લાના ૯૧૨ મતદાન મથકોમાંથી ૫૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ ધ્યાન આપવામાં આવશે અને ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.(૨૧.૩)

(10:28 am IST)