સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

મોરબીમાં ચૂંટણી આચારસંહિતાને કારણે નગરપાલિકા બજેટ બોર્ડ મોકૂફ

મોરબી તા. ૧૪ : લોકસભા ચુંટણીના પડઘમ વાગી ગયા છે અને ચુંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાઙ્ગ લાગુ પાડી ગઈ છે. મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ બાકી હોય જે તા. ૧૪ ના રોજ યોજાનાર હતું પરંતુ આચારસંહિતાને પગલે પાલિકાની સાધારણ સભા નહિ મળી સાકે અને બજેટ રજુ થઇ શકશે નહિ.

મોરબી નગરપાલિકાની ગત સાધારણ સભામાં કમિટીની રચના કરવામાં આવી હતી જોકે આગામી વર્ષનું બજેટ રજુ કરવાનું બાકી હોય જેના માટે તા. ૧૪ ના રોજ પાલિકાની સાધારણ સભા બોલાવી હતી જે અંગેના એજન્ડા સદસ્યોને પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ સપ્તાહ પૂર્વે નક્કી કરેલ સાધારણ સભા તા. ૧૪ ના રોજ મળે તે પૂર્વે જ લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને આચારસંહિતા અમલી બની હોય જેથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જીલ્લા ચુંટણી અધિકારીને પત્ર લખીને સાધારણ સભામાં બજેટ રજુ કરવા માટેની મંજુરી માંગી હતી જોકે આચારસંહિતા અમલી હોવાને પગલે બેઠક યોજવા મંજુરી આપી શકાય નહિ તેમ ચુંટણી અધિકારીએ જણાવી બેઠક યોજવા મંજુરી આપવા ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીની જાહેરાત સામાન્ય રીતે માર્ચના મધ્ય સુધીમાં થઇ જતી હોય છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા બજેટ બોર્ડ તકેદારી રાખી અગાઉ ના બોલાવી બેદરકારી દાખવી છે તેવી પણ ચર્ચા થઇ રહી છે.

(10:28 am IST)