સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

કોડીનાર ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ-જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓથી લોકો હેરાન

કોડીનાર તા.૧૪: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ ફુલીફાલી છે. કોડીનારના પણાંદર મઠ, મુળદ્વારકા, વેલણ, માઢવાડ, નગડલા, ઘાંટવડ સુગાળા સહિતના ગામોમાં દેશી દારૂ બનાવવાના મીની કારખાના ચાલી રહયા છે દારૂ પીને છટકા બનેલા આવારા તત્વોથી ભદ્ર સમાજ ખુબ જ પરેશાન છે.

જુની બકાલા માર્કેટ અજંટા સીમેન્ટના રોડ છારાઝાંયા વિસ્તાર નદીમાં રામાપીરના મંદિર પાસે રીતસરના દેશી દારૂના હાટડા મંડાય છે જે તંત્રના નજરે પડતા નહી હોય? તેવા સવાલો લોકોનાં મનમાં ઘોળાય છે. કેન્દ્ર શાસિત દિવ પ્રદેશ સાથે જોડાયેલો તાલુકો છે હોળીના તહેવાર નજીક આવતા દિવ પ્રદેશ માંથી ઈંગ્લીશ દારૂ મોટા પ્રમાણમાં કોડીનાર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઠલવાય છે. એકાદ બે બોટલ પકડી હાશકારો અનુભવતું તંત્ર ઢગલાબંધ વિદેશી દારૂ ઘુસાડનાર સામે પગલા લેવામાં કેમ લાજ કાઢે છે તે નથી સમજાતું.

દિવના દરિયાઇ વિસ્તારમાંથી અહિના કોટડા બંદર માઢવાડ બંદર છારા બંદર અને પણાંદરની ખાડી મુળદ્વારકા વિસ્તારના દરિયાકાંઠે હોડી મારફત વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે.

ઘાંટવડ સુગાળા સહિતના વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાના મીની કારખાના ચાલતા હોવાનું આ વિસ્તારની પ્રજાએ તંત્રનું વારંવાર ધ્યાન દોયુંર્ હોવા છતાં તંત્રએ એકપણ દેશી દારૂની ભઠ્ઠી પાડી શકી નથી. તાલુકાના સીંધાજ મઠ, મુળદ્વારકા, પણાંદર ગામની પ્રજાએ જનતા રેડ કરીને દારૂ પકડયો હતો.

દક્ષિણામૂર્તિ જેવા શિક્ષણઝોન વિસ્તારમાં પણ દેશી દારૂના હાટડા તથા મીની કારખાના ધમધમે છે જે વિસ્તારના રહીશોએ તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પગલા ન લેવાતા છેવટે લોકોએ દારૂ વેચનારાને બોધપાઠ આપેલ ત્યારે કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફુલીફાલેલી દારૂ જુગારની બદી નાથવા માટે તંત્ર કમ્મર કશશે ખરૂ? ે તેવા વેધક સવાલ આમ જનતા માંથી પુછાય છે ત્યારે હોળીના તહેવારમાં કલરની છોળો સાથે દેશી વિદેશી દારૂની છોળો ચોક્કસ ઉડશે ત્યારે આવા તત્વો સામે તંત્ર કડક દાખલા રૂપ પગલા ભરે તે ઇચ્છનીય છે.

(9:21 am IST)