સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જૂનાગઢ પંથકના કેટલાક આંબામાં કાચી કેરી આવવા લાગી :મોટાભાગમાં મોર પણ આવ્યા

વાતાવરણમાં ફેરફાર થશે તો કેરીના ઉત્પાદન પર અસર થવાની સંભાવના

જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.ત્યારે  ગત ડિસે. માસથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. જયારે હાલ જૂનાગઢના અમુક આંબાઓ પર કાચી કેરી આવવા પણ લાગી છે

 જાણકારોના માનવા મુજબ  હાલ જે વાતાવરણ છે તેવું વાતાવરણ રહ્યું તો કેરીનો પાક સારો થવાની શકયતા છે. વાતાવરણમાં ફેરફાર થશે તો કેરીના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે.

  જૂનાગઢ, વંથલી તેમજ તાલાલા, ઉના, કોડીનાર સહિતના પંથકમાં વિપુલ પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે અત્યાર સુધીનું વાતાવરણ અનુકુળ રહ્યું છે. ગત ડિસે. માસના પ્રથમ સપ્તાહથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી

  હાલ મોટાભાગના આંબાઓ પર મોર આવી ગયા છે જયારે સરદારબાગ નજીક કૃષિ યુનિ. હસ્તકની બાગના અમુક આંબાઓ પર તો અત્યારથી જ કાચી કેરી આવવા લાગી છે.

 

(12:20 pm IST)