સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th January 2019

વિસાવદર યાર્ડની ચૂંટણીમાં તમામ બેઠકો કબ્જે કરતો ભાજપ : કોંગ્રેસની કારમી હાર

વિસાવદર, તા. ૧૧ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બોર્ડ ઓફ ડીરેકટર્સની યોજાયેલ ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો કબ્જે કરી છે. કોંગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકતા કોંગી છાવણી સતબ્ધ બની છે.

 

ખેડૂત વિભાગમાં ભાજપના આંબલીયા અમિતભાઇ કેશવભાઇ, કાવાણી રાધેલાલ વાલજીભાઇ, કોટડીયા રમેશભાઇ મોહનભાઇ, ડોબરીયા મનસુખભાઇ હરીભાઇ, ભુવા જયંતીભાઇ ગોરધનભાઇ, સાવલીયા વિરેન્દ્રભાઇ રતિભાઇ, સાંગાણી અરવિંદભાઇ ભુનભાઇ, હપાણી નવીનભાઇ વલ્લભભાઇ તથા વેપારી વિભાગમાં ભાજપના ડામસીયા ભાવેશભાઇ નાથાભાઇ, રંગાણી દિલીપભાઇ રવજીભાઇ, રાખોલીયા મહેશભાઇ હિરજીભાઇ, રિબડીયા કમલેશભાઇ છગનભાઇ, તેમજ સહકારી ખરીદ-વેચાણ વિભાગમાં કોટીલા નરેન્દ્રભાઇ જીજુભાઇ, હપાણી વિનોદકુમાર સમજુભાઇનો જવલંત વિજય થયો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલના નેતૃત્વ તળેની ભાજપની વિકાસ પેનલનો વિજય થતા આગામી દિવસોમાં વિસાવદર માર્કેટ યાર્ડને મોર્ડન બનાવી ખેડૂતોને સવિશેષ લાભકારી સુવિધાઓ પૂરી પાડવા ચૂંટાયેલ પ્રતિનિધિઓએ કોલ આપ્યો છે.(૮.૧૦)

(11:45 am IST)