દ્વારકાના કુરંગા ગામે પરિણિતાનો આપઘાત
ખંભાળીયા, તા. ૧૧ :. દ્વારકાના કુરંગા ગામે રહેતા પરીણિતા ડિબુબેન ઉર્ફે પૂનમબેન સુમણીયાના લગ્ન પતિ પ્રવિણભા માણેક સાથે થયા હોય ત્યાર બાદ લગ્નગાળાના ચારેક વર્ષ બાદ આરોપી પતિ (૧) પ્રવિણભા માણેક સસરા (૨) ખીરાભા કારાભા માણેક સાસુ (૩) કલીબેન ખીરાભા નણંદ (૪) જસુબેન, જેઠ સોમભા માણેક આ બધા ભેગા મળીને પરિણીતાને ઘરકામ બાબતે મેણાટોણા મારી કહેલ કે 'તું તારા બાપના ઘરેથી કાંઈ લાવી નથી તને સંતાન થતા નથી' તેવા શબ્દો બોલી મરવા માટે મજબુર કરતા પરીણિતા ડિબુબેનએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ મરણ જતા મૃતકના ભાઈ ભીપાભા સુમણીયાએ ઉપરોકત સાસરીયાઓ વિરૂદ્ધ દ્વારકા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૬, ૪૯૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નશાખોર ઝડપાયો
એરફોર્સ ગેઈટ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન વિજય જીવણલાલ ત્રિવેદી રહે. લુહારશાળવાળા પોતાની ટાવેરા કાર જીજે ૧૦જી ૦૫૪૪ કેફી પીણુ પીધેલી હાલતમાં ચલાવી નિકળતા પોલીસે ૩ લાખની ગાડી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીછે.
દોરા વેચતા
ખંભાળીયામાં સતવારાના ચોરા પાસે જાહેરમાં પ્રતિબંધીત ચાઈનીસ દોરાનું વેચાણ કરતા ઈસમ પંકજ વિઠલદાસ કાનાણી પકડાઈ આવતા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા
દ્વારકા નજીક આવેલી ઘડી કંપનીના ગેઇટ સામ સરકારી ખરાબામાં જાહેરમાં ગંજીપતામાં પાના વડે જુગાર રમતા (૧) હરિશ વનરાજભાઇ રાઇઠા (૨) પ્રતિક કૃષ્ણપદી મેડલ (૩) અરવિંદ યોગીન્દ્ર સાહુ (૪) અરૂણકુમાર વાસુદેવ સીંગ (પ) મનસુખ દેવજી રાયઠ્ઠા રોકડા રૂપીયા ૧પ૨૦૦ના મુદ્દામાલ સાથે પકડાઇ આવ્ય હતા.
અગ્નિસ્થાનથી મોત
કલ્યાણપુરના નંદાણા ગામ રહેતા શાંતીબેન મોહનભાઇ નકુમ ઉ.વ.૩૦ છેલ્લા નવેક વર્ષથી માનસીક બિમાર હોય દવા ચાલુ હોય જેનાથી કંટાળી જઇ પોતાના હાથે સળગી જઇ મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
૧૭ નશાખોર પકડાયા
દ્વારકા જીલ્લામાં દેશી દારૂ વેચનારા અને પીનારા ઉપર સઘન ચેકીંગ કરતા ગઇકાલે ચેકીંગ દરમિયાન જુદા જુદા ગામેથી ૧૭ જેટલા પીધેલા પકડાઇ આવ્યા હતા અને ૪ જેટલા લોકો દેશી દારૂ સાથે પકડાઇ આવ્યા હતા.(૨-૮)