સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

ઉનામાં લોક રક્ષક દળના પરીક્ષા પ્રતિ આવેદન

ઉનાઃ ગુજરાત સ્ટેટ આર.ટી.આઇ. એડમીનીસ્ટ્રેટ ગ્રુપનાં પ્રમુખ હર્ષદભાઇ સી. બાંભણીયા ત્થા લોકરક્ષક દળની પરીક્ષાનાં ઉમેદવારોએ ગુજરાત રાજયનાં રાજયપાલને લખેલ આવેદન પત્ર ઉના પ્રાંત કચેરીએ જઇ આવેદન પત્ર આપી માંગણી કરી છે. દળની ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં ગુજરાતનાં નવ લાખથી વધુ ઉમેદવારોની પરીક્ષા રદ થતાં ઉમેદવારોને સમય ત્થા નાણાની નુકશાની થઇ છે. તેમનો જે ખર્ચ થયો હતો તે દરેક ઉમેદવારને વળતર આપવું ત્થા ભવિષ્યમાં આ પરીક્ષા જયારે યોજાય ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર તેમના તાલુકામાં આપવું જેથી ખોટા ખર્ચ ભોગવવા પડે નહીં તેમજ કેન્દ્ર ઉપર અન્ય જીલ્લાનાં સુપરવાઇઝર, પોલીસ સ્ટાફ મુકવો જેથી ગેરરીતી ન થાય અને ઉમેદવારોને અન્યાય ન થાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર. (૭.૧૮)

(12:40 pm IST)