કાલાવડના નવાગામમાં સેવાસેતુ કાર્યક્રમ
કાલાવડ : નવાગામમાં તાલુકા પ્રાથમિક શાળામાં સરકારશ્રીના આદેશ અનુસાર સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ ગયો અને મોટાભાગે અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પીજીવીસીએલ, ખેતી વિકાસ, માં વાત્સલ્યકાર્ડ તથા આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડને લગતા કામો કરવામાં આવ્યા હતા. જેમાં આજુબાજુના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં કાલાવડ તાલુકા મામલતદાર શ્રી દેસાઇ તેમજ તેમનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. તેમજ નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શિક્ષકગણ અને આંગણવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને મોટા ભાગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવા નવાગામના યુવા સરપંચ સંજયભાઇ ચોવટીયા તેમજ પંચાયતના સભ્યો અને નવાગામ તાલુકા શાળાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી. સેવાસેતુ કાર્યક્રમની તસ્વીરો.(૪૫.૨)