પોરબંદર ફિશરીઝ હાર્બર ફેઇઝ-ર ની લોક સુનાવણી વહેલી તકે હાથ ધરવા રજૂઆત
પોરબંદર તા. ૬ :.. સાગર શકિત સેવા શકિત દ્વારા કલેકટરને રજૂઆતમાં કુછડી ગામે બનાવવામાં આવનાર ફીશરીઝ હાર્બર ફેઇઝ-ર અંગેની લોક સુનાવણી વહેલી તકે હાથ ધરવા માગણી કરી છે.
કુછડી ગામે (તા. જિ. પોરબંદર) બનાવવામાં આવનાર ફીશરીઝ હાર્બર ફેઇઝ-ર અંગેની લોક સુનાવણીમાં રૂબરૂ હાજર છીએ પરંતુ પોરબંદરના બંદરમાં પાવર ધરાવતા જે લોકોનું વર્ષોથી આર્થિક હિત સંકળાયેલું છે તેવા લોકોના ડરને કારણે અમો ફીશરીઝ હાર્બર-ફેઇઝ-ર ની લોક સુનાવણીમાં હાર્બર બનાવવાની તરફેણમાં જાહેરમાં અભિપ્રાય આપી શકીએ તેમ ન હોવાથી લેખિતમાં અભિપ્રાય રજૂ કરતાં કુછડી ગામે બનનાર ફીશરીઝ હાર્બર ફેઇઝ-ર માચ્છીમાર સમાજની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે ઉપયોગી થનાર છે. આ હાર્બરનું નિર્માણ કોઇપણ સંજોગોમાં થવું જોઇએ તેવો સ્પષ્ટ અભિપ્રાય છે. જેની ખાત્રી બદલ સહીઓ કરી આપીએ છીએ. જે ધ્યાને લઇ હાર્બરના નિર્માણ અંગે આપની કક્ષાએથી કરવાની થતી આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરવા રજૂઆતમાં જણાવાયું છે.