સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th November 2018

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીજીના જન્મદીનની ઉજવણી

શ્રી સોમનાથ મંદિર ખાતે નુતન વર્ષ પર્વે ભક્તોનો સમુદાય ઉમટી પડેલ યોગાનુ યોગ આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અડવાણીજીનો જન્મદિવસ હોય જે નિમિત્તે બ્રાહ્મણો દ્વારા આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવેલ, મહાપુજા કરવામાં આવેલ જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહીત અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. આજરોજ સાયં આરતી સમયે દિપમાળાનું પણ આયોજન કરવામાં આવનાર છે.  શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી,તમામ ટ્રસ્ટીશ્રીઓ, સમગ્ર  ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી અડવાણીજીને જન્મદિવની શુભેચ્છા પાઠવવામાં આવેલ.

(3:44 pm IST)