News of Thursday, 8th November 2018
જૂનાગઢમાં ગિરીશભાઈ કોટેચા પરિવારમાં થાય છે મહિલાઓનું પૂજન
વર્ષોથી લક્ષ્મી પૂજનના દિવસે મહિલા પૂજનની પરંપરા :મહિલાઓને મને છે લક્ષ્મીનું રૂપ
રાજકોટ :હિન્દુઓમાં પ્રકાશ પર્વ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવાની પરંપરા છે. જૂનાગઢમાં લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ કોટેચા પરિવારમાં એક અનોખી પરંપરા જળવાઈ રહી છે જૂનાગઢના આ કોટેચા પરિવાર છે જે પોતાના પરિવારમાં રહેલી માતા, દીકરી, પત્ની અને પૂત્રવધુની પૂજા કરે છે.જૂનાગઢમાં લોહાણા પરિવારમાં વર્ષોથી લક્ષ્મીપૂજનના દિવસે પોતાના ઘરની મહિલાઓનું પૂજન કરવાની પરંપરાને પાળે છે. આ પરિવાર ઘરની મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે
(10:08 pm IST)