News of Thursday, 11th October 2018
સલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણના સુત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઇ જેલ હવાલે
સાત દિવસની રિમાન્ડ પૂર્ણ : વધુ રિમાન્ડની માંગ નામંજુર
ખંભાળીયા, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકાના સાયલામાંથી ૧પ કરોડના હેરોઇન પ્રકરણમાં સુત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઇને જેલ હવાલે કરાયો છે. સાત દિવસના રીમાન્ડ પૂર્ણ થતા ગુજરાત એટીએસએ તેને ખંભાળિયા ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરી પરંતુ આ માંગ નામંજુર થતા તેને જેલ હવાલે કરાયો હતો.
(12:13 pm IST)