સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

જસદણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: બપોર બાદ અનરાધાર એક ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટ :આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ એક ઇંચ વરસાદ થયો છે જસદણમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો બપોર બાદ એક ઇંચ જેવો વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા જસદણમાં લાંબી રાહ જોયા બાદ વરસાદની એન્ટ્રી થતા  લોકોમાં ખુશીનો માહાેલ જોવાયો હતો

(7:21 pm IST)