સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th July 2018

રાહુલ ગાંધીના આગમન પહેલા

અલંગ, બાડી- પડવા, મેથળા બંધારાની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ-ધારાસભ્ય

અલંગમાં શીપ બ્રેકરો અને દેશના વિવિધ પ્રાંતના મજૂરો સાથે રાહુલ ગાંધી બેઠક કરી જાણશે સમસ્યાઓઃ બગદાણા દર્શનેજશેઃ મોરારીબાપુની મુલાકાત લેશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર જીલ્લાની મુલાકાતે આવનાર હોય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાવનગર આવી કાર્યક્રમ અંગે કોંગી આગેવાનો સાથે ચર્ચા કરી હતી

ભાવનગર તા.૧૧: કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ મિલન કુવાડીયા પાસેથી મળતી વિગતો અનુસાર તા.૧૬, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાવનગર જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે કયાં સ્થળે કેટલા વાગે પહોચશે તેનુ આયોજન થઇ રહ્યુ છે.

આ આયોજનના ભાગરૂપે આજે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, તળાજા કોંગ્રેસ સંગઠન અધ્યક્ષ દિગુભા ગોહિલ સહીતનાએ બાડી-પડવા ખાતે ચાલતા ખેડૂતોના આંદોલનને લઇ ત્યાંના આગેવાનો સાથે બેઠક કરી હતી.

અલગ શીપ બ્રેકીંગ પાડે ખાતે પણ રાહુલ ગાંધી આવશે. જેમાં શીપ બ્રેકરો તથા દેશના વિવિધ પ્રાંતના પાંચસો થી વધુ મજૂરોને રાહુલગાંધી મળશે. શીપ કટીંગ, મજુરોની વસાહત, સેફટીના સાધનો, આર્ગોયની સુવિધાઓ સહીતના વિવિધ પ્રશ્નો સાંભળશે. આગેવાનોએ મેથળા બંધારાની પણ મુલાકાત લીધી હતી.

ત્રણેય સ્થળોએ સભાઓ પણ ગોઠવવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગરની મુલાકાતે આવનાર હોય જીલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ભાવનગર સરકીટ હાઉસ ખાતે શહેર-જીલ્લાના કોંગી આગેવાનોને મળઈ રાહુલ ગાંધીના કાર્યક્રમની ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધી ધોઘા નજીક બાડી-પડવા ગામે જમીન સંપાદન મામલે ૧૨ ગામના ખેડુતોના ચાલતા આંદોલનમાં લોકવેદના સાંભળશે તથા મેથાળા બંધારણી મુલાકા રહેશે.

રાહુલગાંધી બગદાણા આશ્રમે દર્શન કરવા જાય અને મોરારીબાપુની પણ મુલાકત લેશે તેવા કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા હોવાનું જાણવા મળેલ છે ભાવનગર જીલ્લાના કોંગી આગેવાનોમાં રાહુલગાંધીના કાર્યક્રમને લઇ ભારે ઉત્તેજના ફેલાઇ છે અને કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.(૭.૨૯)

(12:12 pm IST)