સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th July 2018

માળીયા મીંયાણામાં બે બાળકો સહિત ત્રણ પર છરીથી હુમલો

અહીં કેમ ઉભા છો ? તેમ કહી હસીમે છરી ઝીંકી

મોરબી, તા. ૧૧ : માળીયા મીંયાણામાં નજીવી બાબતે બે બાળકો સીહત ત્રણ પર છરીથી હુમલો થયો હતો. મળતી વિગતો મુજબ માળીયા (મીં) ગામના શહેનશાહવલીના પાટીયા પાસે રહેતા સીદીક હબીબભાઇ જેડા છોકરાઓ સાથે અંજીયાસરના રોડની સાઇડમાં ઉભા હતાં ત્યારે ત્યાંથી નીકળનાર આરોપી હસીમ વરાણાભાઇ મોવર મીંયાણાએ અહીં કેમ ઉભા છો કહી ડખ્ખો કરી, મુંઢમાર મારી બે બાળકો અને ફરીયાદીને છરીથી ઇજાઓ કરી હતી.

(12:11 pm IST)