News of Wednesday, 11th July 2018
જૂનાગઢના માળિયામાં ચાર ઇંચ , તાલાલામાં ચાર ઇંચ :સુરતના મહુવા,વલસાડના ઉમરગામમાં ત્રણ -ત્રણ ઇંચ વરસાદ :ગીર ગઢડા અને કોડીનારમાં અઢી ઇંચ
રાજકોટ :દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મંગળવારે સવારના 8થી સાંજના છ વાગ્યા સુધીમાં ગીર સોમનાથના તલાલામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, સુરતના મહુવા, વલસાડના ઉમરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં બે ઈંચ, જૂનાગઢના માળિયામાં 4 ઈંચ, ગીર ગઢડામાં 2.5 ઈંચ અને કોડીનારમાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો છે.
(11:13 pm IST)