સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th July 2018

જુનાગઢનાં પ્રાંચીન ગુરૂદત્ત શિખર-દત્ત મહારાજની જગ્યામાં ગેરકાયદે નિર્વાણ લાડુ મહોત્સવ મુદે્ વિરોધ વંટોળ

જુનાગઢ : જુનાગઢના ગિરનાર પર્વત ઉપર પ્રાચીન ગુરૂદત્ત શિખર અને દત્ત મહારાજની ચરણ પાદુકા ટ્રસ્ટ ખાતે બંડીલાલ દિગંબર જૈન કારખાના અંગે નિર્મલ ધ્યાન કેન્દ્રના નિર્મલ સાગર મહારાજ દ્વારા ગેરકાયદે નિર્વાણ લાડુ મહોત્સ્વ મુદ્ે  ગુરૂદત્તાત્રેય શિખર ચરણ પાદુકા ગિરનાર પર્વતના પૂ. મોટાપીરબાવા શ્રી તનસુખગીરીજી, પૂ. ગણપતગીરીબાપુ, પૂ. મકતાનંદગીરીજી સહિતના એ વિરોધ વ્યકત કરીને જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, ગિરનાર પર્વત ઉપર આવેલ દત્ત મહારાજના પ્રાચિન શિખબર ઉપર ગુરૂ દતાત્રેય ભગવાનની ચરણ પાદુકા આવેલી છે, જે અંગેનો નામદાર કોર્ટમાં કેસ ચાલુ છે, અને સરકાર અને ચેરીટી કમીશનરશ્રીની કચેરીમાં જેનો પી.ટી. આર. માં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દત્ત મહારાજનાં શિખર ઉપર દત્ત મહારાજની ચરણ પાદુકાએ છેલ્લા સાત-આઠ વર્ષથી જૈન દિગંબર નિર્મલ ધ્યાન કેન્દ્રનાં નિર્મલ સાગર મહારાજ દ્વારા નિર્વાણ લાડુ મહોત્સ્વના ગેરકાયદે કાર્યક્રમ યોજી ધરાર દત્ત શિખરે નિર્વાણ લાડુ ધરાવવાની જે કુચેષ્ટા છેલ્લા સાત-આઠ વર્ષથી થઇ રહીછે. જેનો અમારો સખ્ત વિરોધ નોંધાવેલ છે. છતાં  પણ દિગંબર જૈન સમાજ દ્વારા હિન્દુ ધર્મને જે ઠેસ પહોંચે તેવા કાર્યક્રમ યોજી રહ્યા છે. જેનો અમારો સખ્ત વિરોધ છે. સરકાર અને તંત્રને બાનમાં લઇને તંત્ર પાસે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે પુરાવા ઉભા કરવા વિડીયોગ્રાફી કરાવી ખોટો વિવાદ ઉભો થઇ રહ્યો છે. જેનો અમારા ત્રણેય મહંતો દ્વારા સખ્ત વિરોધ છે. આ વખતે તા. ૧૭-૧૮-૧૯ જૂલાઇ ર૦૧૮ ના ત્રણ દિવસ નિર્વાણ લાડુ મહોત્સવનો વિરોધ કરી રહ્યા છીએ. ત્યારે આ વખતે તારીખ ૧૯ જૂલાઇ ર૦૧૮ ના રોજ કોઇ પણ ભોગે આ નિર્વાણ લાડુ દત્ત શિખરે ધરવા નહી દઇએ.

દેવ દત્ત મહારાજનાં શિખર નિર્વાણ લાડુ ધરાવવાની જે ખોટી જીદ કરી રહ્યા છે, તે લોકોને તંત્ર અટકાવે અને કોઇપણ ભોગે દત્ત શિખરે નિર્વાણ લાડુના ધરે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. અન્યથા ઘર્ષણ થાશે. તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી અને તંત્રની રહેશે. ગીરનાર પર્વતના ગુરૂ ગૌરક્ષનાથજીની જગ્યાથી આગળ એક પણ જૈન ધર્મસ્થાન નથી. છતાં પણ આ નિર્વાણ લાડુ શા કારણે દત્ત શિખરે લઇ જવાઇ રહ્યા છે, જેનો ખુલાશો તંત્ર દ્વારા કરવામાં માંગ કરાઇ છે.

(5:34 pm IST)