સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

સોરઠમાં ચોમાસામાં પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે સંચારી રોગ અટકાયતી સંકલન સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢ તા.૧૪ : જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગો થતા અટકાવી લોકોની આરોગ્ય અને સુખાકારી જળવાઇ રહે, સંચારી રોગોને ફેલાતા અટકાવી શકાય માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરીની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ.મહેતા, જિલ્લા આર.સી.એચ. અધિકારી હારૂન ભાયા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં ડો. કમલાકર, પ્રોગ્રામ ઓફીસર શારદા દેસાઇ, માહિતી વિભાગનાં અશ્વિન પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

સંચારી રોગોને ઉદભવતા પહેલા તેના અટકાયતી પગલા અને કાળજી લેવા જરૂરી હોય છે.જે અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સી.એ.મહેતાએ સંચારી રોગચાળા અંગે જિલ્લાની પરિસ્થિતિ અંગે પ્રકાશ પાડયો હતો. તેમણે તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથે સંચારી રોગ અટકાવવા માટેના પગલા, આરોગ્ય વિભાગે કરવાની થતી કામગીરી અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠકમાં આરોગ્ય અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસે સંચારી રોગચાળા અંગે જિલ્લાની પરિસ્થિતિ અંગે પ્રકાશ પાડયો હતો. સંચારી રોગ અટકાવવા માટેના પગલા, આરોગ્ય વિભાગે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.ઈનટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોગ્રામનાં વીકલી તથા રોગચાળાની પરીસ્થિતી અંગે ચર્ચા, નિપાહ વાયરસ સંબંધે ચર્ચા, વાસ્મોની કામગીરી સહિત સમીક્ષા સાથેઙ્ગબેઠકમાં પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે પાણીનું કલોરિનેશન કરવા અંગે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પીવાના પાણી લાઇનોમાં લીકેજિસ તાત્કાણલિક રીપેરીંગ થાય તે માટે અધ્યક્ષે સુચના આપી હતી. ઉનળાની ઋતુ પુર્ણ થઇ ચોમાસની ઋતુની શરૂઆત થતી હોય જિલ્લામાં બરફનાં થતાં વપરાશ, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ વિસ્તારવાઈઝ પાણીનું સમયાંતરે પૃથ્થકરણ,કલોરીનેશ થવા પર ભાર મુકાયો હતો, મેલેરિયાના રોગને  અટકાવવા માટે પોરાભક્ષક માછલીઓનો ઉછેર, તમાકુ અને તેની બનાવટોથી આરોગ્યને થતી હાનિકારક અસરોને ધ્યાને લઇ તમાકુના ઉપયોગ પર નિયંત્રણ, તમાકુથી થતી આડઅસરો અંગે વ્યાપક લોકજાગૃતિ, સહિતની બાતો પર વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી.

ડિસ્ટ્રીકટ ટોબેકો સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લામાં તંબાકુ નિયંત્રણ અધિનીયમનાં કડકપણે અમલ થાય, લોકોમાં તંબાકુથી થતાં રોગો અને ગેરફાયદા વીશે લોકજાગૃતિ કેળવાય, તે માટે જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમીટીની બેઠક જિલ્લા વીકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં ટોબેકો કનટ્રોલ એકટની અમલવારી અંગે વિભાગ વાઈઝ રિપોર્ટીંગ, ૩૧મી મે વિશ્વ ટોબેકો દિવસની થયેલ ઉજવણીની સમીક્ષા, સહિત શાળા કોલેજ પરીસર આસપાસનાં ૧૦૦ મીટરનાં ક્ષેત્રમાં તંબાકુ ધરાવતી ચીજોનાં વેચાણ પર લદાયેલ પ્રતિબંધની અમલવારી સહિતનાં મુદાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ.મહેતા, જિલ્લા આર.સી.એચ. અધિકારી હારૂન ભાયા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં ડો. કમલાકર, પ્રોગ્રામ ઓફીસર શારદા દેસાઇ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ, માહિતી વિભાગનાં અશ્વિન પટેલ, સ્વયંસેવી સંસ્થાનાં રમેશભાઇ સાવલીયા સહિત સમીતીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૪)

(10:07 am IST)