સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસ ઉજવાશે

ચોપાટી ખાતે મુખ્ય કાર્યક્રમઃ ૯૦ હજાર લોકો સહભાગી બનશે

પોરબંદર તા. ૫ : પોરબંદર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે.ઙ્ગ આગામી તારીખ ૨૧ જૂને ૨૦૧૮ના રોજઙ્ગઙ્ગ યોગ નિદર્શનના કાર્યક્રમોમાં જિલ્લાનાં ૯૦ હજાર જેટલા નાગરિકો ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લા કલેકટર શ્રી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગ મળી હતીઙ્ગ. આ મિટિંગમાં યોગ નિદર્શનના વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા.ઙ્ગ મુખ્ય કાર્યક્રમ પોરબંદરની ચોપાટી ખાતે યોજવામાં આવશે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ તાલુકા દીઠ ૨ સ્થળોએ યોજવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ નિદર્શનના કાર્યક્રમમાં જિલ્લાની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ સહયોગ મળશે. આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, રોટરી કલબ, લાઇન્સ કલબ,ઙ્ગ અને અન્ય એસોસીએશનોની લોકભાગીદારીથી કાર્યક્રમ કરવામાં આવશે. રમત ગમત અધિકારી શ્રી વિશાલ જોશી અને તેની ટીમ આ કાર્યક્રમના સુંદર આયોજન માટે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઙ્ગ ચાલુ વર્ષે ચોથો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ થી શરીરને અનેક ફાયદા થાય છે. શારીરિક અને માનસિક તંદુરસ્ત જીવન માટે યોગ જરૂરી છે. યોગ માત્ર એક દિવસ નહીં કરીને એક સ્વભાવના રૂપમાં નિયમિત કરવામાં આવે તેઙ્ગ જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી શોભા ભૂતડા, અધિક નિવાસી કલેકટર  શ્રી જોશી, રમત ગમત અધિકારીશ્રી વિશાળ ઙ્ગ જોષી, મ્યુનિસિપલ ઓફિસર શ્રી હુદડ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૪)

(9:59 am IST)