સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

ગોંડલ પંથકમાં મેઘરાજાની હાઉકલી :કોટડાસાંગાણી-રાજપરામાં વરસાદ :ભુણાવા-પાંચિયાવદરમાં છાંટણા

 ગોંડલ પંથકમાં હવામાનમાં પલટા સાથે વરસાદનું આગમન થયું હતું. જેમાં કોટડાસાંગાણી અને રાજપરા સહિતના ઘણાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ભુણાવા,પાંચીયાવદરમાં અમી છાંટણા થયા હતા. ગોંડલ અને આસપાસના તમામ ગામડાઓમાં વાદળો છવાઈ જતા ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

(10:25 pm IST)