સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

વંથલી પાસે પથ્થરમારો-ટીચરગેસના સેલ છોડાયા : જવાહર ચાવડા સહિતની અટકાયત

રેતી ખનનના વિરોધમાં જુનાગઢનાં વંથલી પાસે સંતોની આગેવાનીમાં ચક્કાજામ

જુનાગઢ તા ૪ :. ઓઝત નદીમાં રેતી ખનના વિરોધમાં બંધના એલાન વચ્ચે આજે સવારે વંથલી પાસે સંતોની આગેજાનીમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો.વંથલી નજીકની લોકમાતા ઓઝત નદીમાં ગેરકાયદે રેતી ખનન થઇ રહી હોય જેના વિરોધમાં આજે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાંવંથલી શહેર ઉપરાંત આસપાસના ગામો પણ જોડાયા છે.

બંધના એલાન વચ્ચે વંથલી પાસે સવારે સંતોની આગેવાનીમાં ચકકાજામ કરવામાં આવ્યો હતો જેમાં જવાહરભાઇ ચાવડા સહિત આગેવાનો અને ગ્રામજનો નોડાયા હતા. ચક્કાજામ દરમિયાન પથ્થરમારો થતા લોકો અને પોલીસનો કાફલો આમનેસામને આવી ગયો હતો.

સ્થિતી વણસે નહીં તે માટે પોલીસે વોટર કેનનો ઉપયોગ કરવા ઉપરાંત ટીયર ગેસના ચાર સેલ છોડયા હોવાનું જાણવા મળેલ છેે.

આ ઘટનાના પગલે પોલીસે ધરારસભ્ય જવાહરભાઇ ચાવડા સહિત લોકોની અટકાયત કરી હતી. બપોરે આ લખાય છે ત્યારે વંથલી ખાતે સ્થિતી કાબુ હેઠળ હોવા છતા તંગ હોવાનું જાણવા મળેલ છે.

રેત માફિયાઓથી લોકમાતા ઓઝત નદીને બચાવા માટે આજે સવારથી વંથલી બંધનું એલાન આપવામાં આવેલ છે.

વંથલી તેમજ મેંદરડા વિસ્તારના ગામોની જમીનનાં પાણીના સ્ત્રોત માટે વંથલી પાસેની ઓઝત નદી અને ઓજત વિયર ડેમ આર્શીવાદરૂપ છે.

પરંતુ રેત માફિયાઓએ ગેરકાયદેસર ખનન કરીને ઓઝત નદીનાં જળસ્ત્રોતને નુકશાન પહોંચાડયું હોય જેથી આ પ્રવૃતિ બંધ કરાવવા અનેક રજુઆત કરવામાં આવેલ અને આત્મ વિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી.

છતા ઘટતું કરવામાં નહિ આવતા અને ગેરકાયદે ખનન ચાલુ રહેતા આજે વંથલી બંધ અને હાઇવે ચક્કાજામનું એલાન આપવામાં આવેલ.

બંધના એલાનને વંથલી શહેરના વેપારીઓેએ સવારથી સારો પ્રતિસાદ આપીને આક્રોશ વ્યકત કર્યો છે.

તેમજ સંખ્યાબંધ ગ્રામજનોએ વંથલી પાસે હાઇવે ચક્કાજામ કરીને રોષ દર્શાવ્યો હતો.

વંથલી બંધ દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

(3:42 pm IST)