સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

અમરેલીમાં અડધો ઇંચ :ધારી અને ખાંભામાં 1 ઇંચ વરસાદ ;સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ

નૈઋત્વનું ચોમાસું કેરલમાં પહોંચી ગયા પછી સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ છે. હવે રોજ સાંજના સમયે ક્યાંકને ક્યાંક વરસાદ વરસવાની ઘટનાઓ બનતી રહે છે. 

  ગઈકાલે અમરેલીમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલીમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધારી અને ખાંભા તાલુકામાં મેઘસવારી આવી પહોંચતા એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરંતુ આ ભારે વરસાદના કારણે કેરીના પાકને નુક્સાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

(12:39 pm IST)