સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

લોધીકા ભુર્ગભ ગટર યોજનામાં સફાઇ નહીં: ગટરના ઉભરાતા પાણી

લોધીકા, તા.૨: કરોડો રૂપીયાના ખર્ચે નિર્માણ થયેલ ભુગર્ભ ગટર યોજનામાં ટેકનીકલ ખામીના પરિણામે ગંદા પાણીનો નિકાલ થતો ન હોય ગટરના પાણી રોડ ઉપર ફરી વળે છે અને લોકોના જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો મંડરાય રહ્યો છે.

લોધીકા ગ્રામ પંચાયતે રજુઆત મુજબ રાજય સરકાર છે વાડાના ગામો સુધી વિકાસના ફળ પહોચે તે માટે વિવિધ વિકાસ યોજના પાછળ કરોડો રૂપીયા ફાળવે છે. પરંતુ ઘણી વખત જે તે કામના કોન્ટ્રાકટરોની બેદરકારીના પરિણામે સરકારના કરોડો રૂપીયા વ્યર્થ સાબીત થાય છે અને લોકો સુવિધાથી વંચિત રહી જાય છે. એ રીતે ગામની ભુગર્ભ ગટર યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પરંતુ કોન્ટ્રાકટરની ટેકનીકલ ક્ષતિઓને પરિણામે હાલ ભુગર્ભ ગટરની કુંડીઓ લોક થયેલ છે. ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળે છે. હાલ સફાઇ કામનો કોન્ટ્રાકટ જીલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવતી નથી. તેવી ફરિયાદો છે.

આ અંગે હવે વહેલામાં વહેલી તકે કોન્ટ્રાકટર દ્વારા ગટરની સફાઇ, ક્ષતિગ્રસ્ત કુંડીની મરામત કરવા ગ્રામજનો દ્વારા માંગણી થઇ રહેલ છે. અન્યથા ગાંધી ચીનદયા માર્ગે જવા ફરજ પડશે તેવી ચીમકી સરપંચ જેન્તીભાઇ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા, સદસ્ય કિશોરભાઇ પીપળીયા, મનસુખભાઇ ખીમસુરીયા, સંગ્રામભાઇ શીયાળ સહીતનાઓએ ઉચ્ચારી છે. (૨૩.૨)

(12:06 pm IST)