સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

સુરતનો ફરારી આરોપી ગારીયાધાર પાસે ઝબ્બે

ગારીયાધાર તા. ૪ :.. સુરત જીલ્લાના લાલગેટ પોલીસ સ્ટેશનના ગુના નં. ૦પ/૧૭ ની આઇપીસી ૩૭૯, ૩૮૯, ૩૬પ, ૧૭૦, ૧ર૦ (બી) ચોરી, અપહરણ, લૂંટ વિગેરેનો નાસતો ફરતો આરોપી રવિ સુનિલભાઇ મીઠાપરા (રહે. ટીંબા) ને બાતમીના આધારે ટીંબા ગામના પાટીયા પાસેથી મહિલા પીએઇઆસ એસ. પી. અગ્રાવત, હે. કો. પી. કે. ગામેથી, પીસી શકિતસિંહ જે. સરવૈયા અને પીસી વિજયભાઇ મકવાણા દ્વારા દબોચી લેવાયો હતો.

આ નાસતા ફરતા ઇસમને ગારીયાધાર પો. સ્ટે. ને લાવી સીઆરપીસી -૪૧ (૧) આઇ મુજબ ધોરણસરની અટક કરી સુરત લાલગેટ પોલીસ મથકને જાણ કરી દેવાઇ હતી.

(11:59 am IST)