સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

ભદ્રેશ મહેતાના બેન્ક કોભાંડનો રેલો કચ્છ સુધીઃ ICICI, HDFC, દેના બેન્કે કચ્છની બંજર જમીનો ઉપર કરોડો આપ્યા

અને મુંબઇની શાખાઓ એ કચ્છમાં કઇ રીતે ધિરાણ કર્યુ? બેન્કીંગ સીસ્ટમ સામે સવાલો

ભુજ તા.૪: અમદાવાદ સીઆઇડી ક્રાઇમ અને એટીએસ દ્વારા ભદ્રેશ મહેતાની ધરપકડ કરાયા બાદ તેના એક પછીએક લોન કોૈભાંડો ખુલી રહયા છે. ભદ્રેશ મહેતા એ પુછપરછમાં અબડાસા તાલુકા અને ભુજ તાલુકાની ખેતીની જમીન ઉપર લીધેલી લોનનો આંકડો ૫ થી ૭ હજાર કરોડને આંબે એટલો અધધ છે. જેમાં ICICI,HDFC, અને દેનાબેંકની લોનનો સમાવેશ થાય છે.

ભદ્રેશ મહેતાના તાર એવા જોરદાર ગોઠવાયેલા હતા કે ડીસા અને મુંબઇની મોટી બેન્કોએ સ્થાનિક કચ્છની શાખાઓ પાસેથી ખરાઇ કરાવ્યા વગર જ કરોડો રૂપિયા ની લોન બંજર જમીન ઉપર આપી દીધી હતી. જયાં સામાન્ય માનવીને લોન મેળવવા ના ફાંફા હોય ત્યાં કરોડો રૂપિયાનું ધિરાણ એક જ વ્યકિતની કંપનીને બેન્કો સાંઠગાંઠ વગર કઇ રીતે આપી શકે?

હવે ભદ્રેશ મહેતા તેની પત્ની હીના મહેતા અને પુત્ર પાર્થ તેમજ તેમની કંપની ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન ની સામે બેન્ક કોૈભાંડ ની થઇ રહેલી તપાસ નો રેલો હવે કચ્છ સુધી પહોંચે તેવી પુરી શકયતા છે.

(11:53 am IST)