સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતોએ રસ્તામાં શાકભાજી, દૂધ અને છાસ ઢોળીને સરકારનો કર્યો વિરોધ : ભારે સુત્રોચાર

દેશમાં ચાલી રહેલા આંદોલનનાં પડધા મોડા મોડા પણ ગુજરાતમાં પડ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતાસાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતો દ્વારા ખેડૂતોએ રસ્તા પર શાકભાજી, દુધ અને છાશ વગેરે ઢોળીને સરકારનો વિરોધ કર્યો હતો. સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો.

ખેડૂતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટિંગ યાર્ડમાં વેચાવા જઇ રહેલ શાકભાજી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓને રસ્તા પર ઢોળીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે1 તારીખથી ચાલી રહેલા આંદોલનની કોઇ અસર ગુજરાતમાં અત્યાર સુધી જોવા મળી નહોતી.

 

(2:23 am IST)