સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th May 2018

અમરેલીમાં નાની સિંયાઇ યોજનાનાં ઇજનરે 1 લાખની લાંચ લેવાના કેસની તપાસ પોરબંદર ACBનેં સોંપાઇ

 

અમરેલી જીલ્લાની નાની સિંચાઇ યોજનાના ઇજનેર લાંચ કેસમાં 2015માં પકડાયા હતા તે કેસની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (પોરબંદર)ના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે તેમ યાદીમાં જણાવાયું છે.

    આધારભૂત વિગતો મુજબ વર્ષ-૨૦૧૫માં નાની સિંચાઇ વિભાગ (અમરેલી) તરફથી એફ.ડી.આઇ.ટુ વાંકીયા બંધારા તથા ગામ પૂર સંરક્ષણ પાળો બાંધવાનું કામ મળતા કામ ચાલુ કરવામાં આવ્યું હતુ. ગામલોકોએ કામ અટકાવાતા આગળનું કામ થઇ શકે તેમ હોવાથી કામના ફરિયાદીએ પોતાના લેટરપેડ પર કામના આક્ષેપિતને લેખિતમાં જાણ કરી પોતાની એજન્સીને કામમાંથી છૂટા કરવા તેમજ કરેલ કામના નાણા ચૂકવી આપવા જણાવ્યું હતુ..

   આથી કામના ફરિયાદીને ટેન્ડર મુજબની કામગીરી પૂર્ણ નહિ કરવા ટેન્ડર કલોઝમાં થયેલી જોગવાઇ મુજબ પગલા લેવા ભલામણ કરવાની ફરજ પડશે તેવી નોટિસ આક્ષેપિતે મોકલી હતી. આથી ફરિયાદીને કામ પેટે મને રૂ. બે લાખથી વધારે જે આપવું હોય તે આપવું પડશે તેમ અમરેલી જિલ્લા પંચાયત પેટા વિભાગ નાની સિંચાઇના અધિક મદદનીશ ઇજનેર-વર્ગ-૩ના કર્મચારીએ જણાવી લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ આક્ષેપિતને (ઇજનેરને) કહ્યું હતુ કે, અત્યારે રૂ. લાખ આપીશ અને બાકીના રૂ.,૧૧,૦૦૦ પછી આપવાનું નક્કી કર્યુ હતુ. તે મુજબ ફરિયાદીએ .સી.બી.-ભાવનગરને જાણ કરતા જુના માર્કેટ યાર્ડના દરવાજા સામે લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ.

    છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસે રૂ. લાખ લાંચના નાણાની માંગણી કરી સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂંક આચરી ગુન્હો કરેલો છે. આથી આરોપી બાવચંદભાઇ લક્ષ્મણભાઇ વાડદોરીયા વિરૂધ્ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ-, ૧૩ની જોગવાઇ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સપેક્ટરશ્રી-.સી.બી.-પોરબંદરએ હાથ ધર્યાનું, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો-અમદાવાદના મદદનીશ નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:43 am IST)