News of Wednesday, 16th May 2018
હળવદના ભલગામડામાં રસ્તાના ખાડાએ દંપતી ખંડિત :બાઇકનો કાબુ ગુમાવતા પત્નીનું મોત
હળવદ નજીક રોડ પરના ખાડાએ મહિલાનો ભોગ લીધો હતો બનાવની પમળતી વિગતો મુજબ હળવદના રહેવાસી ધર્મેન્દ્રસિંહ નટુભા સિસોદિયા અને તેની પત્ની જ્યોતિબા સિસોદિયા એ બંને બાઈક નં જીજે ૩૬ એ ૯૨૩૯ પર હળવદ સરા રોડ પરથી જતા હતા ત્યારે ભલગામડા નજીક રોડ પર ખાડો આવતા બાઈક સવારે કાબુ ગુમાવ્યો હતો અને પાછળ બેસેલા બાઈકસવારની પત્ની જ્યોતિબા સિસોદિયા (ઊવ ૩૬ વાળા પડી જાત તેણે માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(10:48 pm IST)