News of Monday, 16th April 2018
આદિત્યાણામાં ડબલ મર્ડર પ્રકરણમાં પાંચેય આરોપીઓ ઝડપાયા
આદિત્યાણા, તા., ૧૬: પોરબંદર જીલ્લાના આદિત્યાણામાં સુધરાઇની ચુંટણીના જુના મનદુઃખમાં ભાજપના કાઉન્સીલર હાજા ઉર્ફે ટીડા વિરમ ખુટી અને તેના મિત્ર કાના કડછાની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે ડબલ મર્ડર કેસમાં વિંઝા રામદે મોઢવાડીયા, હમીર બાલુ મોઢવાડીયા, કરણ કેશુ ટુકડીયા, કાના બાલુ ઓડેદરા, માલદે ગીગા ઓડેદરા સહિત પાંચંય શખ્સોને બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગોઢાણા ચેકપોસ્ટ પોલીસ ચોકી વિસ્તારમાંથી ઝડપી લીધા છે.
એલસીબી પીઆઇ શ્રી બસીયા પીએસઆઇ શ્રી ભારાઇ, શ્રી ચુડાસમા, જેઠાભાઇ મોઢવાડીયા સહિતનાએ કામગીરી કરી હતી. આરોપીઓને રાણાવાવ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.
(5:51 pm IST)