News of Monday, 16th April 2018
રજામાં ઘરે આવેલા હળવદના સાપકડાના આર્મીમેનનું અકસ્માતમાં કરૂણ મોત
વઢવાણ તા. ૧૬: હળવદના સાપકડાના આર્મીમેનનું અકસ્માતમાં કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
હળવદ તાલુકાના સપાકડા ગામના યુવાન કિશોરભાઇ પ્રાગજીભાઇ કંજારીયા જે આર્મી માં ફરજ બજાવતા હોય અને દેશની સુરક્ષામાં રોકાયેલા યુવાન તાજેતરમાં ઘેર આવ્યા હોય અને રજાના દિવસોમાં તેઓ બાઇક પર બહાર જવા નિકળયા હતા ત્યારે તેનું બાઇક સ્લીપ થતાં તેણે ગંભીર ઇજા પહોંચી હતી અને અકસ્માત જીવલેણ સાબિત થયો હતો.
મોરબી પથક અને જીલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળેે છેે જેમાં નિર્દોષ નાગરીકો જીવ ગુમાવી રહ્યા છે. ખરાબ તુટેલા રસ્તા, ટ્રાફિક સેઝસનો અભાવ સહિતના અનેક પરિબળોએ વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો કર્યો છે તો આવા વાહન અકસ્માતમાં દેશે એક સિપાહી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર અકસ્માતો રોકવા નક્કર પગલા ભરે તેવી માંગ છે. (૩.૫)
(2:49 pm IST)