પોરબંદર લૂંટના ગુન્હામાં સંડોવાયેલ શખ્સને ટંકારામાંથી એલસીબીની ટીમે ઝડપી લીધો
જુનાગઢ તા. ૧૬ :.. પોરબંદર એસપી શ્રી શોભા ભુતડાની સુચના થી એલસીબી પીઆઇ ડી. વી. બસીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એચ. એન. ચુડાસમાને મળેલ બાતમીના આધારે પોરબંદર ઉદ્યોગનગર લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી દિનેશ ઉર્ફે ભાયા ઉર્ફે ઇજુજામસિંહ મહિડા આદિવાસી ભીલ રે. કુડુજેતા તા.કુકશીજીધાર એમ. પી. વાળો ટંકારા લાતીપુર રોડ જલબપુર પાટીયા પાસે ઝૂપડપટ્ટી ખાતે રહે છે. તેવી હકિકત પીએસઆઇ હરૂભા ચુડાસમાને મળતા સ્ટાફ સાથે ટંકારાથી ઝડપી લઇ તેની પોરબંદર ખાતે પુછપરછ હાથ ધરતા દિનેશ તથા કાલુસિંગ દિનેશ ઉર્ફે બારકા ઉમેશ ઉર્ફે કાલીયો ખડકસિંગ રે. એમ. પી. આ પાંચે જણાએ મળીને ઉપરોકત ગુન્હો કર્યાની કબુલાત આપતા દિનેશની અટક કરી વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ અને આરોપીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ. અન્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. (પ-રપ)